STORYMIRROR

Kalpesh Patel

Abstract Inspirational Children

4  

Kalpesh Patel

Abstract Inspirational Children

મૌની બાબા

મૌની બાબા

4 mins
3

મૌની બાબા
સમજી ગયો કલ્પેશ

ગામડી ગામમાં મગન મોચી રહેતો. 
તે રોજ ઘેર ઘેર જઈને લોકોના જૂતા સીવતો, 
હાથમાં સોય, ખભા પર ચમડાનું થેલું, 
અને ચહેરા પર હંમેશાં હાસ્ય. 

બાળકો તેને જોઈને ખુશ થઈ જતા, 
કારણ કે મોજીલો મગન જૂતા સીવતાં સીવતાં  કાયમ નાના મોટા સૌને
કોઈક મજાની વાર્તા કે જોક્સ કહી ટીખળ પણ કરી, સૌને હસાવી દેતો. 

આવો મોજીલો મગન મોચી, ગામડી ગામમા ઘેર ઘેર ફરી, લોકોના જોડા સીવતો, હસતો-રમતો યુવાન હતો.
હાથમાં સોય અને દિલમાં ટીખળ —
લોકોના પગ માપતાં માપતાં જીવન પણ માપી લેતો.

એક દિવસ સીમમાં ચમડું શોધવા રખડતાં રખડતા, ખીણના છેવાડે તેને અબરખનો ચમકતો ખડક દેખાયો.સૂર્ય પ્રકાશ મા સો દીવડા જેવો ચમકે.

ચમક જોઈ ને આંખ ઝળહળી,
અને તેની અવળી બુદ્ધિએ ટીખળ સુજી. તેણે આ ખડક નાં નીચેના ભાગ ને કોતરી વિશાળ પગ ઘડી નાખ્યા .

ગામડી ગામમાં, તેણે એક અફવા વહેતી મૂકી: “ખીણ પાસે મૌની બાબાનાં પગલાં  છે.તેને સ્પર્શ કરવાથી તમારા હાથ મા ચમક આવેછે. સા મૌની ખડક બાબા એ તેને દીક્ષા આપી અને જૂતા સીવવા નું બંધ કરી, તેમની સેવાનો આદેશ આપ્યો છે.

આ પવિત્ર અને ચમકતા ખડકની, જે કોઈ માનતા રાખશે, તેમની બધીજ મનોકામના પૂર્ણ થશે.”

કોઈને મનગમતી વહુ મળી.
કોઈની સાસુ સાથે મેળ થઈ ગયો
કોઈને દીકરો થયો,
કોઈનું કરજ ઉતર્યું,
અને ખડક મૌની બાબા બની ગયો.

મગન હવે જોડા નહીં,
કોઈ પણ મંત્ર વગર મૌન વેચતો હતો.
લોકો પગે પડતા,
દાન વરસતું ગયું ,
અને મગન મોચી, મગન મહારાજ બની ગયો.

પછી એક રાત્રે ભૂકંપ આવ્યો.
ખીણ ધ્રૂજી.
અબરખનો ખડક તૂટી ને
ઝગમગતી જરી જેવી રેતી બની ગયો.

ભક્તોએ પોટલીઓ ભરી લઈ ગઈ, અને ઘેર ધેર મૌની બાબા ણી સ્થાપના કરી.
“બાબા પ્રસન્ન થયા,” આપણે ત્યાં પધાર્યા મની ઉત્સવ કર્યો.

પણ ખડક ગયો,
રહસ્ય અકબંધ રહ્યું, પણ મગન મહારાજ નું સાલિયાનું ગયું,
અને સમગનનું સિતારો પણ આથમી ગયો.

દાન બંધ થયું.પગે પડનારા હવે મગન થી ઓળખાણ ટાળતા.મગને ફરી સોય અને ચમડું ઉઠાવવાનો પ્રયાસ કર્યો.
લોકોએ કહ્યું: “હવે મગન બાબા, અમે જોડા તમારાથી કેવી રીતે સીવડાવીએ?”

હાથમાં કળા હતી,પણ મનમાં ભારે આળસ અને લોકોણી શ્રદ્ધા નો ગેરલાભ લીધો તેનો દિલમાં પસ્તાવો.

મગન સમજી ગયો,
અંધશ્રદ્ધા ખડક જેટલી મજબૂત ભલે લાગે,પણ આંખનાં પડળ ખુલવા નાં
ભૂકંપ પછી કોઈ મોચી પણ બચે નહીં
અને બાબા પણ નહીં.

---
વાંચન વિશેષ ~ પ્રસ્તુત બાળ વાર્તા આપના પોતાના કે આસપાસ નાં બાળકો ને કહેશો અને પછી,અહીં બાળકો માટે સરળ, સમજાય તેવી પ્રશ્ન–ઉત્તર શ્રેણી આપી રહ્યો છું. આ શાળામાં વાંચન પછી ચર્ચા, વર્કશીટ અથવા મૌખિક પરીક્ષણ માટે ઉપયોગી રહેશે.

---

📘 પ્રશ્ન–ઉત્તર : “મૌની બાબા”

1️⃣ પ્રશ્ન: મગન મોચી શું કામ કરતો હતો?

ઉત્તર: મગન મોચી લોકોના જૂતા સીવતો હતો.

---

2️⃣ પ્રશ્ન: બાળકોને મગન મોચી કેમ ગમતો હતો?

ઉત્તર: કારણ કે તે જૂતા સીવતાં સીવતાં મજાની વાર્તા અને જોક્સ કહેતું અને બધાને હસાવતો હતો.

---

3️⃣ પ્રશ્ન: મગને ખીણમાં શું જોયું?

ઉત્તર: મગને ખીણમાં સૂર્યપ્રકાશમાં ચમકતો અબરખનો ખડક જોયો.

---

4️⃣ પ્રશ્ન: મગને ખડક પાસે શું ટીખળ કર્યું?

ઉત્તર: મગને ખડકના નીચેના ભાગમાં મોટા પગલાં કોતરી નાખ્યાં.

---

5️⃣ પ્રશ્ન: મગને ગામમાં કઈ અફવા ફેલાવી?

ઉત્તર: મગને કહ્યું કે ખડક પાસે મૌની બાબાના પગલાં છે અને ત્યાં માનતા રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે.

---

6️⃣ પ્રશ્ન: લોકો કેમ મૌની બાબા પર વિશ્વાસ કરવા લાગ્યા?

ઉત્તર: કારણ કે કેટલાક લોકોની ઈચ્છાઓ પૂર્ણ થવા લાગી અને તેમને લાગ્યું કે બાબાની કૃપા છે.

---

7️⃣ પ્રશ્ન: મગન મહારાજ કેમ બન્યો?

ઉત્તર: લોકો તેને પગે પડવા લાગ્યા, દાન આપવા લાગ્યા અને તે જોડા સીવવાનું બંધ કરી દીધું, તેથી તે મહારાજ બની ગયો.

---

8️⃣ પ્રશ્ન: ભૂકંપ આવ્યા પછી શું થયું?

ઉત્તર: અબરખનો ખડક તૂટી ગયો અને ચમકતી રેતીમાં બદલાઈ ગયો.

---

9️⃣ પ્રશ્ન: પછી લોકોનું વર્તન મગન સાથે કેવું રહ્યું?

ઉત્તર: લોકો ધીમે ધીમે આવવાનું બંધ કરી દીધું અને મગનથી ઓળખાણ ટાળવા લાગ્યા.

---

🔟 પ્રશ્ન: અંતે મગને શું સમજાયું?

ઉત્તર: મગને સમજાયું કે અંધશ્રદ્ધા સાચી નથી અને મહેનતથી કરેલું કામ જ સાચું છે.

---

🌟 વિચાર માટે પ્રશ્નો (Higher Thinking)

11️⃣ પ્રશ્ન: જો મગન ખોટી અફવા ન ફેલાવત તો શું બન્યું હોત?

ઉત્તર: તે ઈમાનદારીથી જોડા સીવતો રહી શક્યો હોત અને ખુશ રહી શક્યો હોત.

---

12️⃣ પ્રશ્ન: આ વાર્તાથી આપણે શું શીખીએ છીએ?

ઉત્તર: આપણે અંધશ્રદ્ધામાં નહીં પડવું જોઈએ અને મહેનત તથા સત્યના માર્ગે ચાલવું જોઈએ.



Rate this content
Log in

Similar gujarati story from Abstract