કુંવારું બદન
કુંવારું બદન
કુંવારુ બદન.
માથેરાન ની હિલટોપ હોટેલનાં ડાન્સ ફ્લોર ઉપર યુગલો ગરમ જોશ અને શોર સાથે નાચતા હતા ,પરંતુ એકલા બેસેલા અનવર માટે ક્ષણ ઠરી સ્થિર થઈ ગઈ હતી .
તેની સામેજ પાંચ વર્ષ પહેલાં તલાક આપેલી પોતાની પૂર્વ પત્ની,આયેશા,
આજે એજ હોટેલમાં ટેબલ પર એકલી બેઠી હતી.
આદેખું અંતર,પાંચ વર્ષનું લગ્ન જીવન , એક જ છત એક બિસ્તર,બધું કેમેય વિસરી કે ભૂંસી શકાય? અનવર અપસેટ હતો..
આયેશા તેના ટેબલ પર શાંતિથી ખાઈ રહી હતી. અનવર બીજા ટેબલ પર ખાવાનું છોડી મૂંગો હતો .બન્નેના ચહેરા પર સમય વધુ કંઈ લખી નહોતો ગયો.આલબત્ત આયોશા વધારે સુંદર લાગતી હતી.
અચાનક, જમતા જમતા , આયેશાને કઈક ચીજ યાદ આવી હોય તેમ
તે ઊભી થઈ અને સીધી અનવરનાં ટેબલ તરફ આવી.
“તમે ઇન્સ્યુલિન લઈ લીધુ કે નહિ ?”
એજ મીઠો સ્વર,.... એ જ… ચિંતા સાથે .
અનવર થોડા આશ્ચર્યથી બોલ્યો,“હા, લઈ લીઘુ છે .પણ તલાકનાં પાંચ વર્ષ પછી પણ, તને યાદ છે, આયેશા?”
આયેશા નીચી નજરે બોલી,“અનવર… હું સ્ત્રી છું, સ્ત્રી પહેલા પ્યારની
યાદો કદી છોડી શકતી નથી.”
તે પાછી તેનાં ટેબલ પર વળી ગઈ.પરંતુ અનવરનાં દિલમાં જૂનાં દિવસોનું તોફાન ફરી ઉમટ્યું હતું.
---
જૂના યાદ , નવી ચોટ
હોટેલ બહાર ફરી સામસામે આવવું એ હવે ક્રમ બની ગયો .એક દિવસ આખરે અનવરે કહ્યું,
“ચાલ… થોડી વાર સાથે ચાલીએ.”
આયેશા કડવું સ્મિત કરતી બોલી—
“જીવનભર સાથે ચાલવાનું વચન હતું,
અને તમે મને તલાક આપી ઘરેથી કાઢી દૂર કરી દીધી.હવે ક્યાં ફરી સાથે ચાલવું?”
સ્ત્રીની સમાજ શું હાલત કરે, તેની તમને શું ખબર હોય જનાબ.
થોડી શાંત પળો પછી,આયેશા ધીમે ધીમે તેની તૂટેલી કહાની કહેવા લાગી.
“તમે મને તલાક આપ્યા.હું માયકેએ ગઈ.
મારા મા–બાપ આ આંચકો સહન ના કરી શક્યા, મહીનામાં, મારા દુઃખમાં તેઓ મૃત્યુ પામ્યા.
જાલીમ સમાજમાં,સ્ત્રીઓને કબર પર જવાની મનાઈ હોય છે ,હું તેમની કબરમાં રડવા પણ ન જઈ શકી.”
“પછી હું ભાઈ પાસે રહી.ભાઈ તો સારો હતો, પણ ભાભી માટે હું બોજ.રોજની ચીડ—કચ કચ... અંતે મારી
‘ બીજી શાદી કરાવો,નહિ તો તે ભાગી જશે , મને ભાઈ થી છૂટી કરી , ભાભી એ તેમની જક મૂકી .’”
“તમને ખબર છે અનવર…તલાકશુદા સ્ત્રીને કોઈ પુરુષ સ્વીકારતું નથી.
બધાને કુંવારી જ જોઈએ.”
“અંતે ભાઈએ મારી એક વૃદ્ધ માણસ સાથે શાદી કરાવી.હું મારા બીજા ખાવિંદની પત્ની નહોતી—કે તે મારો બીજો પ્રેમ નહતો.
હું માત્ર એક નર્સ હતી.
દવા, ભોજન, બાથરૂમ…સંડાશ, સફાઈ
"એ જ લોકોની નજરે બીજો પ્રેમ, કે નવું લગ્નજીવન.”
તેનો અવાજ કંપી રહ્યો હતો.“અને તમે ?
મારા કુંવારા બદનને ચૂંસી મને તરછોડી દીઘી. કુંવારી છોકરી સાથે ફરી લગ્ન કરી લીધા.”
અનવર મૂંગો હતો, તેની પાસે કોઈ શબ્દ નહોતો. આયેશા ની સુંદરતાની આભા હેઠળ, તેને માત્ર શરમ, પસ્તાવો હતો, બંને વચ્ચે નિઃશબ્દતાનો માહોલ હતો.
---
તે દિવસ પછી પણ બન્ને હોટેલમાં મળતા રહ્યા, છતાં પણ હજુય ટેબલે તો અલગ જ હતા.
વાતો વઘતી ગઈ,
કડવાશ ધટતી ગઈ.
એક દિવસે આયેશા વહેલી આવી.
ખાઈને બહાર બેસી અનવરની રાહ જોઈ.
અનવર આવ્યો ત્યારે તે બોલી,
“ચાલો, આ પહાડોમાં થોડું ચાલીએ.મારો વૃદ્ધ પતિ સૅનેટારિયમ ની હોસ્પિટલમાંથી રજા લઈ ચુક્યો છે.હું હવે, આવતીકાલે શહેર છોડી પાછી ગામ જઈ રહી છું.
પછી આપણે નહીં મળી શકીશું.”
બન્ને માલબાર હિલની પર્વત માળા તરફ ટહેલવા નીકળ્યા.અહીં નાં રસ્તા એવા હતા કે કે પગ ફસકે તો સીધા ખીણમાં પડાય.
આયેશાએ, એકાએક કહ્યું“અનવર, શું હું તમારો એક ફોટો લઈ શકું? પછી આપણે પાછા વળીએ ”
અનવર રસ્તાની ઢાળની ધાર પાસે ઊભો રહ્યો .પર્વત પાછળ ઢાળતો સૂરજ,ઊંડી ખીણ. સામે મલકતી આયેશા...અને બંને વચ્ચે નું અધૂરું છોડેલું જીવન.અનવર કોઈ નશા નો અનુભવ કરી રહ્યો હતો.
આયેશા મોબાઇલ ફોકસ કરતા ધીમે તેની તરફ આવી.જાણે સેલ્ફી લેતી હોય એમ.
અનવરે જોયું તો ,તેની આંખોમાં અજાણી, માદક ઘેરી ચમક દેખાતી હતી .
કાંઈ સમજે,પૂછે તે પહેલા, આયેશા નાં મજબૂત હાથે તેને પૂરા જોરથી ધક્કો માર્યો...
અને બોલી ઉઠી....
“તલાક…
તલાક…
તલાકssss…!!!”
અનવર સંતુલન ગુમાવીને ખીણ તરફ ફેંકાયો.
ધાબાક...આવાજ, થોડા પક્ષીઓનો કિલકિલાટનો અવાજ આવ્યો… પછીની ક્ક્ષણ મા બધું શાંત. ખીણમા વહેતી નદી કોને ક્યાં લઈ ગઈ—કોઈને ખબર પડી નહીં.
---
આયેશા ખીણ ની ટોચે ધાર પર ઊભી રડી રહી હતી .હજુયે તેની છાતી, એક સ્ત્રી નાં મનની ત્રાસયુક્ત પીડા સાથે ધબકતી હતી.
તેના આંસુ કહી રહ્યા હતા,કોઈ સ્ત્રીને બીજો પ્રેમ કદી જોઈતો નથી હોતો...
આયેશા પહેલા પ્યાર ને ભૂલી નહતી.પરંતુ સમાજમા પુરુષની ભ્રમર વૃત્તિ સામેનાં અંતિમ ચરણનાં ન્યાયની ચાહત તેની પર હાવી થઈ ચુકી હતી.
---
ડિસ્કલેમર:
આ વાર્તા એક કલ્પિત સાહિત્યક રચના છે. તેમાં દર્શાવેલ પાત્રો, ઘટનાઓ અને સંવાદો લેખકની કલ્પના પર આધારિત છે અને કોઈ જીવિત કે મૃત્યુ પામેલા વ્યક્તિ સાથે સીધો સંબંધ નથી.
વાર્તામાં દર્શાવેલ તલાક, પુનર્વિવાહ, સામાજિક વિસંગતિ અને વ્યક્તિગત પીડા જેવા વિષયો માત્ર સાહિત્યિક અભિવ્યક્તિ માટે છે.
આ રચનાનો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, ધર્મ કે સંસ્થાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.
પાઠકોએ કૃપા કરીને આને કલ્પિત સાહિત્ય તરીકે જ ગ્રહણ કરવું.
---
