લય
લય
લય
એક દિવસ લયે પોતાની રોજનીશીમાં લખ્યું:
“શબ્દો હજુય મારી સાથે છે, પરંતુ વિશ્વાસ ક્યાંક ખોવાઈ ગયો છે.”
લતા ગામથી ફોન કરતી, 'લય',
“ક્યારેક કંઈ છપાશે કે નહિ પ્રિયે?”
લય હસીને કહેતો,
“લતા, બસ થોડી ધીરજ રાખ.”
પણ અંદરથી એ ધીરજ, રજ બની રોજ તૂટતી જતી હતી.
એક વરસાદી રાત્રે, વીજળી ગઈ હતી અને મોબાઇલ પણ બંધ,લય મોમબત્તી પાસે બેઠો રહ્યો.એ જ રાત્રે તેણે પોતાની જિંદગીની એક વાર્તા લખી.
ન કોઈ ચમકદાર અંત,
ન કોઈ નાયક,
માત્ર સાછું દુખ.
આ વાર્તા તેણે ક્યાંય મોકલી કે કોઈ લિપિ - મિરર,કે ભૂમિ પર પોસ્ટ કરી નહીં.
એણે તે વાર્તા,તેને પોતાના બ્લોગ પર જ મૂકી દીધી —કોઈ અપેક્ષા વગર.
થોડા દિવસોમાં અજાણ્યા વાંચકોના સંદેશા આવવા લાગ્યા:
“આપ ની વાર્તામાં મેં મારી તડપને જોઈ.”
“તમારા શબ્દોએ મને જીવતી રાખી ”
એક દિવસ એક ઈમેઈલ આવ્યો —
પ્રકાશકનો નહીં,પણ એક શિક્ષકનો:
“તમારી વાર્તા મેં મારા વિદ્યાર્થીઓને વાંચાવી.
આવું અદભુત લખાણ છપાવું જ જોઈએ.”
વર્ષ પછી લયની પહેલી કિતાબ છપાઈ.
કવર સાદું હતું,પરંતુ અંદર શબ્દો જીવંત હતા.
લૉન્ચના દિવસે લયે રોજનીશીની ડાયરી ખોલી,અને છેલ્લે પાને છેલ્લી લાઇન લખી:
“લેખક બનવું એટલે માત્ર વખવું નહીં,
પણ શબ્દો સાથે સાચું રહેવું.”
અને બહાર બેસુમાર વરસાદ વરસતો હતો,
લય ને મન આ, કોઈ અણધારેલી સફળતાનો નહીં,પરંતુ આત્મ સંતોષનો. 🌧️📖
"લયે", હવે લખવું બંધ કર્યું, પરંતુ શબ્દો નો લય છોડ્યો નહિ. તેણે હવે નવા લેખકોને વાંચવું શરુ કર્યું
