આતમ ની ઓળખ
આતમ ની ઓળખ
આતમ ની ઓળખ
શહેરના અંતિમ છેડે સ્મશાન ની સામે અવરુ એરિયા નાં મકાનમાં ખુશાલ એકલો રહેતો હતો. કુકડા નાં અવાજે રોજ સવારે તે પોતે જ પોતાને “સુપ્રભાત” કહેતો, કારણ કે કહેવા માટે બીજું કોઈ નહોતું. ચા બનાવતાં વાસણોનાં થણ થણ નાં રણકાર નાં અવાજ સાથે વાત કરતો.
ઓફિસમાં લોકો તો અનેક હતા, પણ એક પણ તેનો મિત્ર નહોતો. હસતા ચહેરાઓ વચ્ચે પણ ખુશાલ બેહાલ હતો.જેમ પ્રકાશમા ઉભરતો પડછાયો દેખાય, પણ સ્પર્શ કરી શકાય નથી.
એક દિવસ તે ઓવર ટાઈમ મા હતો રાત્રે વળતી વેળાએ તે લિફ્ટમાં તે અટવાઈ ગયો. અંધારું, શાંતિ, અને પોતાનો માત્ર પોતાનો શ્વાસનો સાથ .અનેક મરદા જલતા જોઈ નીડર બનેળા ખુશાલ નર પહેલી વાર ડર લાગ્યો.
એકલાપણાનો. કોઈ મિત્ર હોત તો કદાચ એક ફોન, એક અવાજ, એક આશ્વાસન…મેળવી શકત
સવારે લિફ્ટ ખુલ્યા પછી રવિ સીધો ઓફિસના પાર્કમાં ગયો. ત્યાં એક વૃદ્ધ માળી એકલો બેઠો હતો. ખુશાલ તેની સાથે બેસી ગયો. બંને ચુપ. થોડા સમય પછી, ખુશાલે રાત ની વાત ઉકેલી,વૃદ્ધે કહ્યું,“મિત્ર ન હોય તો પણ ચાલે, જો વાત સાંભળે એવું આતમ કે મન હોય.”
તે દિવસથી ખુશાલ ઓફિસે થી છૂટ્યા પાછી રોજ પાર્કમાં જવા લાગ્યો.તેની વાતો તેના આતમ મન સાથે થવા લાગી—જીવનની, ઉપલબ્ધી કે ખોટની, હાસ્યની. તેને જીગરી મળ્યો ,અને તેનું એકલાપણું ઓસરી ગયુ.
ખુશાલ હનુમાવે ખુશહાલ હતો, તે સમજી ચુક્યો હતો :
વૃક્ષ વિનાની વેલડી.
સુકાન વગર નું વહાણ,.
ભણતર વિનાનું જીવન
અને
આતમ જ્ઞાન વગર નું આયખું
થઈ જાય બરબાદ.
મિત્ર ન હોય તો પણ કોઈનું ક્યારેય જીવન અટકતું નથી.કારણકે ક્યારેક જીવન પોતેજ જીગરી બની જતું હોય છે.
ઇતિ શુભમ
