Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

3.5  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

વિશ્વરંગી મંગલા લગ્નવિધિઓ

વિશ્વરંગી મંગલા લગ્નવિધિઓ

3 mins
147


માગશરથી વસંત પંચમી સુંધી લગ્નની મૌસમ પૂરબહાર લહેરાવા માંડે, પરદેશમાં વસતા ઘણાં ભારતીય કુટુમ્બો, જીવન સાથીની પસંદગી માટે, વતનની વાટો પકડી, પાછા પધારે. હવે તો જ્યાં રહેતા હોય ત્યાં પણ, લગ્નની વિધિ, પોતપોતાના લગ્ન સંસ્કાર મુજબ કરે, બે અલગ ધર્મ કે પ્રાન્તના હોય તો, બંને રીતે આયોજન થાય. ઉષ્માથી વધાવતા, આ યાદગાર પ્રસંગ ને નવદંપતિ હરખે મઢે ને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ખ્યાત પંક્તિઓ

મનમાં ગુંજે

ચાલતો થા અહીંથી જૂના પુરાણા ઓ સમય

કેમ કે આરંભી છે નૂતને અવનવી રમત. 

સમાજ આજે એક મોટા પરિવર્તનની પ્રક્રિયાના એરણ પર ઘડાઈ રહ્યો છે, નવા પડકારો ,નવલી સમસ્યાઓના વાયરાઓ ઝીલવાની, દામ્પત્ય જીવને તૈયારી રાખવી પડે. સરોવરમાં જેમ વમળો ઊભા થાય અને શમે, તેના માટે પૂર્વાગ્રહો ત્યજીને સંવાદિતા કેળવવી પડે.

આવો અલગ અલગ ધર્મના લગ્ન વિધિની ઝાંખી કરીએ અને આનંદના ભાગીદાર થઈએ..

હિન્દુ ધર્મ

પરણે પરણે શંકર પાર્વતિની જોડ રે

લગ્ન એ હિન્દુ સંસ્કૃતિમાં સંસ્કાર છે.બે કુટુમ્બોનું મિલન છે. આખા સમાજનો પ્રસંગ છે.

મેંદી મૂકવાની શરુઆત એ પ્રેમનું પ્રતિક છે, નવવધુના હાથમાં સંગીતસંધ્યા સાથે મહેંદી મૂકાય અને ગ્રહ પૂજાની ધાર્મિક વિધિની શુભ શરુઆત થાય. દુંદાળા ગણેશ દેવાની સ્થાપના સાથે, વરઘોડો કે શોભાયાત્રાને હળદરથી પીઠી ચોળાય, મીંઢળ હાથે બંધાય એ સર્વ વિધિઓની હારમાળા. ગોર મહારાજ કે પુરોહિત અગ્નિકુંડ સમક્ષ ‘સપ્તપદી’ ના મંત્રોચ્ચાર સાથે,હસ્ત-મેળાપને લગ્ન- બંધનનો ભાવ સમજાવે.નવવધૂના સેંથામાં સિંદૂર પૂરી,’ મગળ સૂત્ર’ પહેરાવી, સંસારમાં લગ્ન જીવનની શરુઆત કરેતે પરિણીત નારીનું પ્રતિક, હિન્દુધર્મ માટે ગણાય છે.

આર્ય સમાજ

મૂર્તિપૂજામાં માનતા નથી તેથી લગ્નવિધિ અગ્નિની સાક્ષીએ કરાય છે. વરવધૂ સમજી શકે તેવી ભાષામાં મંત્રોચ્ચાર થાય છે.

હિન્દુ વિધિની જેમ લાંબી વિધિને બદલે એક જ કલાકમાં સંપન્ન થઈ જાય છે.

ક્રિશ્ચિયન લગ્ન વિધિ—-

તેમની વિધિ પ્રથા સૌમ્ય અને સંસ્કારી છે.તેમની વિધિઓ પણ લગ્ન પૂર્વની અને પછીની લાંબી પ્રણાલિગત વિધિઓથી ભરપૂર છે. પ્રથમ..બ્રાઈડલ શાવર. લગ્ન પૂર્વની આ પાર્ટીમાં , નવવધૂના મહિલા યજમાનો ગીત-સંગીત અને નૃત્યનો જલસો માણે છે. ભેટોનો વરસાદ વરસે છે.આ સામે નવવધૂ આ વિધિમાં, મહિલા મિત્રોને એક અંગૂઠી છુપાયેલી કેકવાળી સહિતની કેક પાર્ટી યોજે છે અને જેના

છોકરીના ભાગ્યમાં આ અંગૂઠી વાળી કેક નીકળે, તેનો હવે લગ્નનો વારો આવશે, એવી મજા પરંપરાગતથી લોકો માણતા આવ્યા છે. આ પછી પાર્ટીઓના જલસા જેમાં યજમાન વરરાજા હોય છે.વરરાજાના રમતિયાળ મિત્રો સાથેની છેલ્લી પાર્ટી, લગ્નના આગલા દિવસે રાખવામાં આવે છે. લગ્નના દિવસે વરવધૂ..આમંત્રિતો સાથે વરઘોડામાં સામેલ થાય છે. પાદરી પુષગુચ્છથી સ્વાગત કરી ધાર્મિક પ્રવચન આપે છે. જેમાં લગ્નની પવિત્રતાનું મહત્ત્વ સમજાવી આશીર્વાદ આપે છે. આ સમયે લગ્નની વિંટીઓની અદલાબદલી કરે છે અને નવદંપતિ જાહેર કરી, રજીસ્ટરમાં સહી કરી, દેવળમાં પધારે છે.

મુસ્લિમ લગ્નવિધિ—

તેમની લગ્ન વિધિ પણ ભવ્યતા ભરી છે. શાદી એ ઉર્દુ શબ્દ છે અને ગમે ત્યારે અનુકૂળ સમયે યોજી શકાય છે. મોટેભાગે લગ્ન વરવધૂના ઘર આંગણે લેવામાં આવે છે. લગ્નવિધિ ચાર ભાગમાં વહેંચાયેલી છે.મુસ્લીમ ધર્મગુરુ, કુબુલનામા અને છેલ્લે કન્યા તેના પરિવાર ને’ આવજો’ કહે છે અને કન્યાવિદાય બાદ વરના ઘેર તેને આવકારવામાં આવે છે.

પારસી લગ્નવિધિ—

તેમની પરંપરાગત વિધિ પણ રંગે ઉમંગે મઢેલી છે. લગ્ન પૂર્વ્વ..’માધવસરો’ નામનો ઉત્સવ.

તે ચાર દિવસ પહેલાં યોજવામાં આવે. વર તથા વધૂના પરિવારવાળા, એક કૂંડામાં, તેમના પુરોહિતના મંત્રોચ્ચાર સાથે, એક આંબો અથવા અન્ય ઝાડનું આરોપણ કરી, ઘરના દ્વાર આગળ મૂકે. તે ફળદ્રુપતાનું પ્રતિક મનાય છે.લગ્ન પછીના આઠ દિવસ તેને પાણી અપાય અને પછી બીજી જગ્યાએ રોપી દેવાય.

ત્યાર બાદ બીજી વિધિ આવે’ આદરણિ’..જે દિવસે ભેટોની આપ લે થાય.આ દિવસે વરનો પરિવાર વધૂના પરિવારને ત્યાં મળવા જાય.વધૂનાં કપડાં ને દાગીના ખાસ હોય.સગા સંબંધીને નિમંત્ર આપે અને ‘સેવ અને દહીં’ કેળાં બાફેલાં ઈંડાંથી સ્વાગત થાય. લગ્નના આગલા દિવસે હિન્દુઓની મહેંદી જેવી, તેમની ‘સુપ્રા નુ મુર્ગલ’ જેવી વિધિ રાખે. આ વિધિમાં ચાર પરણેલી મહિલાઓને દરેકને એક સોપારી સાથે પાન, હલદી, ખજૂર અને શ્રીફળ આપવામાં આવે છે. પરંપરાગતનાં ગીત ગાતાં ગાતાં, તેમની વિધિ મુજબ, આશીર્વાદ સાથે હળદરનો પાઉડર વરવધૂના શરીરે લગાડવાની ‘ખલબત્તો’ વિધિ છે. લગ્નના દિવસે ‘નહમ’ ની વિધિ કરવામાં આવે છે.ઝોરાસ્ટ્રીયન મુજબ સૂર્યાસ્ત કે વહેલી સવારે શુભ સમય ઘણી, પારસી ડગલી અને ફેંટા તથા કાલી ટોપી સાથે વરરાજા અને વધૂ ના ડ્રેશ સાથે સંપન્ન થાય છે.. પારસી લગ્નને’ આચુમીચુ' કહે છે. તેમની વિધિ અગ્નિ મંદિરમાં ઉજવાય છે.આ ‘આચુમીચુ’ એ નવવધૂની મા જમાઈરાજને પોંખે છે અને અંતરપટ વિધિ પછી રીસ્પશનની મિજબાની. આવી છે આ વિશ્વરંગી મંગલા લગ્નવિધિઓ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational