STORYMIRROR

Dilip Ghaswala

Drama

4  

Dilip Ghaswala

Drama

પડદો ઉઘડે છે

પડદો ઉઘડે છે

1 min
545


મન મૂકી હરખાવ પડદો ઉઘડે છે ;

બા અદબ થઈ જાવ પડદો ઉઘડે છે.


બોલવા કિરદારને દો, જાત ભૂલી ;

દો છુપાવી ઘાવ, પડદો ઉઘડે છે.


પ્હેર મ્હોરું, સાબદો થા, બેલ વાગ્યો ;

પાત્રમાં તું આવ, પડદો ઉઘડે છે.


દાબ, બાઝેલા ગળાના આ ડૂમાંને ;

ગીત તું ગવડાવ પડદો ઉઘડે છે.


આજ સુધી નટ રહ્યો છે નેપથ્યે તું,

બહાર થોડો, આવ પડદો ઉઘડે છે.


પ્રેક્ષકો કરશે કદર સાચ્ચેજ "દિલીપ" ;

આપશે સરપાવ પડદો ઉઘડે છે.


Rate this content
Log in