તારું મન લખું
તારું મન લખું
તારું મન લખું જીવન લખું
શબ્દ તું આપ ચાલ અનાયાસ લખું,
તારો વિચાર લખું કે આચાર લખી
શબ્દ તું આપ ચાલ તારી આશ લખું,
તારી લાગણી લખું કે તારો અહેસાસ
શબ્દ તું આપ તારો ખ્યાલ લખું,
તારી નયન લખું કે તારી નજર લખું
શબ્દ તું આપ તારી અસર લખું,
તને સાંજ લખું કે તારી સવાર
શબ્દ તું આપ તારો સમય લખું,
તારી યાદ લખું કે તારી રાત લખું
શબ્દ તું આપ તારી વાત લખું,
તને પ્રેમ લખું કે સ્નેહ લખું
શબ્દ તું આપ તારું જીવન લખું.
