STORYMIRROR

'Sagar' Ramolia

Drama

4  

'Sagar' Ramolia

Drama

જિંદગી

જિંદગી

1 min
582

સ્વાદને પારખવાનું ચૂકી જિંદગી,

હતી ભલેને આ ખધળૂકી જિંદગી,


આગળ વધવા માર્ગ લીધો સાંકડો,

ઘસાઈને બની ગઈ ભૂકી જિંદગી,


આંકડા લગાવ્યા ને ફસાયા સટ્ટામાં,

‘ભાઈ’ના ઘેર ગીરવે મૂકી જિંદગી,


ઉકરડા છે દરેકના મોટા ભોમિયા,

ગધાની પૂંછડી જેવું ઝૂકી જિંદગી,


‘સાગર’ મારી બલાને સમજાવે કોણ ?

આધુનિકતામાં બની સૂકી જિંદગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama