હઝલપારાયણ
હઝલપારાયણ
પ્રયત્ન કરતાંયે સૂઝે નહિ હઝલ,
ને ઘા-રૂપે લાગેલી રૂઝે નહિ હઝલ.
નિચોવવાના હવાતિયા કરી દે બંધ,
ગાય-ભેંસની જેમ દૂઝે નહિ હઝલ.
પ્રજ્વલિત થઈ જાય તો વાત મૂકી દો,
ફૂંકો મારવાથી આ બૂઝે નહિ હઝલ.
હઝલાશ્રયે બેસી રહેવામાં શું ખોટું !
સૈનિકની જેમ શું ઝૂઝે નહિ હઝલ ?
બલા ભલે દેવી બનવા મથે ‘સાગર’,
તોયે આ બલાઓને પૂજે નહિ હઝલ.