Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Comedy Drama Romance

4.3  

Kalpesh Vyas

Comedy Drama Romance

મજાક-મજાકમાં - એક હાસ્યકવિતા

મજાક-મજાકમાં - એક હાસ્યકવિતા

1 min
658


એમની સાથે ઓળખાળ થઈ, 

બસ આમ જ મજાક-મજાકમાં,


એમની સાથે વાતો થવા લાગી,

બસ આમ જ મજાક-મજાકમાં,


વાત તો આગળ વધવા લાગી,

બસ આમ જ મજાક-મજાકમાં,


મજાક-મસ્તી પણ વધવા લાગી,

બસ આમ જ મજાક-મજાકમાં,


દિલ આપસમાં જોડાઈ ગયા,

બસ આમ જ મજાક-મજાકમાં,


પછી બન્ને ગંભીર પણ થઈ ગયા,

બસ આમ જ મજાક-મજાકમાં,


એ હકિકતની ખબર જ ના પડી,

બસ આમ જ મજાક-મજાકમાં,


લ્યો આ તો મોટો લોચો થઈ ગયો,

બસ આમ જ મજાક-મજાકમાં,


આ તો હાલ-એ-દિલ લખાઈ ગયો,

બસ આમ જ મજાક-મજાકમાં,


આ પોસ્ટ ઘરે ફોરવર્ડ થઈ ગઈ,

બસ આમ જ મજાક-મજાકમાં,


હવે પછીનો હાલ જાણવા માંગો છો?

બસ આમ જ મજાક-મજાકમાં,


એ તો ભૂલેચૂકે હું નહી જણાઉ,

બસ આમ જ મજાક-મજાકમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy