હજુ વાર લાગશે
હજુ વાર લાગશે
હજુ માંડ પહોંચ્યા છીએ મઝધાર સુધી,
પણ પેલે પાર જવામાં, હજુ વાર લાગશે !
હાલ અંકુર જ તો આવ્યાં છે નવવિચારોના,
એને વટવૃક્ષ બનવામાં, હજુ વાર લાગશે !
એકધારી વલોવી રહ્યા છે સહુ કર્મની છાશને,
માખણને ઉપર આવતા, હજુ વાર લાગશે !
હજુ ઇન્ટરવલ પડ્યું છે, સરસ મજાની મૂવીનું
પણ ક્લાઈમેક્સ થવામાં, હજુ વાર લાગશે !
કોઈ પૂછશો નહીં કે હવે કેટલી વાર લાગશે ?
ખબર નહીં કેટલી ? પણ હજુ વાર લાગશે.