Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Abstract Drama

4  

Kalpesh Vyas

Abstract Drama

સ્વર્ગનું લાઈવ રેકોર્ડિંગ

સ્વર્ગનું લાઈવ રેકોર્ડિંગ

1 min
379


સ્વર્ગની સહુ ગતિવિધિઓને રેકોર્ડ કરશે કોણ ?

રેકોર્ડ કરીને પાછું ધરતી પર, કહો, ફરશે કોણ ? 


કેવી રીતે રાજી કરીશું કોઈને ત્યાં જવા માટે ?

જીવન ત્યજી આ કામ માટે કહો મરશે કોણ ?


અહીંના કાર્યો માંડ થાય છે વિનંતીઓ કરી કરીને, 

ત્યાં જવા માટે કોઈ આગળ, હવે કરગરશે કોણ ? 


ભાડેથી મળી તો જશે રેકોર્ડિંગ માટેના સૌ સાધનો 

પણ લાખો કરોડોનું હશે ભાડું, એ ભરશે કોણ ? 


લિફ્ટમાં અવરજવર કરતા થઈ ગયા છીએ બધા 

વજન લઈને સ્વર્ગની લાખો સીડીઓ ચડશે કોણ ? 


પાર કરવાની હોય વૈતરણી નદી સ્વર્ગ જવા માટે

ગાયની પૂંછડી ઝાલીને વૈતરણીમાં તરશે કોણ ?


આદેશ આપવો સહુને ગમે અહીં પણ લેવો.. ?

તો પછી ત્યાં મળતા આદેશોને આદરશે કોણ ?


જેવી રીતે બિલાડીના ગળે ઘંટડી બાંધશે કોણ ?

એવી રીતે સ્વર્ગનું લાઈવ ટેલીકાસ્ટ કરશે કોણ ? 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract