STORYMIRROR

Bindya Jani

Abstract Romance

4  

Bindya Jani

Abstract Romance

આવજો

આવજો

1 min
475

પ્રીતના છોડવા વાવવા આવજો, 

કંટકો હોય તો કાપવા આવજો, 


આરઝુ સાચવી છે અમે પ્રેમથી, 

સ્નેહના સાથને પામવા આવજો, 


લાગણી કેટલી સાચવી પ્રેમમાં, 

પ્રેમનાં આંકડા જાણવા આવજો, 


યાદમાં આંસુઓ આવતાં પાંપણે, 

પ્રીતના આંસુને ખાળવા આવજો, 


'બિંદુ'ની પ્રીત તો આભની ચાંદની, 

પ્રીતની ચાંદની માણવા આવજો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract