દોડ્યો
દોડ્યો
1 min
265
યુવાની જોઈ હું ડોલ્યો, ને વળી ખૂબ દોડ્યો,
પૈસા પાછળ દોડ્યો, ને માનવ મહેરામણમાં વસ્યો.
બધાંને મારાં - મારાં કરતાં હું ખૂબ જ દોડ્યો,
સંબંધોના ચોકઠામાં પૂરાઈ હું રાહ ભૂલ્યો.
ને સ્વજનો વચ્ચે ખોવાઈ હું પ્રભુને ભૂલ્યો,
સ્વજનો ગયા મને છોડી ત્યારે હું ખૂબ રડ્યો.
સત્ય જ્યારે સમજ્યો ત્યારે હું ખૂબ પસ્તાયો,
તારા મૃદુલ સંગથી જીવન જીવી ગયો,
હે પ્રભુ તારા નામથી હું ધન્ય બની ગયો.