સનમ
સનમ
પ્રેમથી સગપણ કરી લે ને સનમ,
મોહનું વળગણ કરી લે ને સનમ.
ભીતરે યાદો વહે છે આંસુમાં,
આંખથી સમજણ કરી લે ને સનમ.
આરઝુને સાચવી લે સ્નેહથી,,
જીંદગી ગળપણ કરી લે ને સનમ.
જીંદગીની ભાવનાને તું સમજ,
લાગણી અર્પણ કરી લે ને સનમ.
જે મળ્યું છે તે મજાનું માનજે,
મૌન તું ધારણ કરી લે ને સનમ.