માગું છું
માગું છું
1 min
153
પ્રભુએ જીંદગી બક્ષી છે તો સ્વતંત્રતાથી જીવવા માગું છું,
સંસારરૂપી આભમાં મુક્ત પંખી બની વિહરવા માગું છું.
હે સાજન, તારો ધરેલો પ્રેમનો પ્યાલો પી જવા માગું છું,
મારું ચાલે તો સંસારના બંધન તોડી તારી થવા માગું છું.
તારા પ્યારમાં ખપી જઈ દિલની પ્યાસ બુઝવવા માગું છું,
ઈચ્છા માત્ર એટલી છે કે જીવનભર તારો સાથ માગું છું.