આતમની અનંતયાત્રા
આતમની અનંતયાત્રા
આમ વર્ષોના વર્ષોથી ચાલ્યું આવે છે,
ને આમ જ વર્ષો સુધી ચાલ્યું આવશે,
તારા અંશને તારામાં તું સમાવે છે
અને છતાં પણ ! આમ કેમ ?
જ્યારે જન્મ આપે છે ત્યારે હસાવે છે,
અને મૃત્યુ આપે છે ત્યારે રડાવે છે,
તું માનવીને મોહમાયામાં ફસાવે છે,
તારી માયાજાળ રચીને બધું ભૂલાવે છે,
મારું તારું કરતાં આ દુનિયા છોડે છે
ને અંતે સ્વજનો સ્મૃતિ બની રહે છે,
આ તો છે આતમની અનંતયાત્રા
તે તારા તેજમાં બિંદુ બની સમાય છે.