આવી રે ભાઈ વસંત આવી
આવી રે ભાઈ વસંત આવી
1 min
312
વસંત આવી રે ભાઈ વસંત આવી,
ધરતીના રૂડા આંગણિયે વસંત આવી.
મા સરસ્વતીના જ્ઞાન પૂંજના તેજે,
સંગીતમય સવાર લઈ વસંત આવી.
વધાવો વસંતને ફૂલની ફોરમે,
મહેકતી મંજરીઓ લઈ વસંત આવી.
ધ્રુબાંગ ઢોલ ઢબુક્યો પવન સંગે,
કેસરિયો કેસુડો લઈ વસંત આવી.
કોયલનો મીઠો ટહુકો આમ્રકુંજે,
પક્ષીઓ નો કલરવ લઈ વસંત આવી.
મન મયુર મસ્ત બની આમતેમ ઝૂમે,
વાંસળીનો કૃષ્ણ ધ્વનિ લઈ વસંત આવી.
ખીલી છે પ્રકૃતિ વાસંતી વાયરાએ,
પ્રેમ ભર્યા ટહુકાઓ લઈ વસંત આવી.