STORYMIRROR

Bindya Jani

Abstract Inspirational

3  

Bindya Jani

Abstract Inspirational

દીવડો પ્રગટાવ્યો

દીવડો પ્રગટાવ્યો

1 min
173


મેં તો મન આંગણે દીવડો પ્રગટાવ્યો, કે મન મારું ઝળહળ- ઝળહળ થાય,

મેં તો મંદિરિયે દીવડો પ્રગટાવ્યો, કે મંદિર મારું ઝળહળ- ઝળહળ થાય 


મેં તો સાજનના હૈયે દીવડો પ્રગટાવ્યો, કે હૈયું મારું ઝળહળ - ઝળહળ થાય,

મેં તો પાલવડે પ્રીતનો દીવડો પ્રગટાવ્યો, કે પ્રીત મારી ઝળહળ- ઝળહળ થાય, 


મેં તો ઘરઆંગણે દીવડો પ્રગટાવ્યો, કે ઘર મારું ઝળહળ - ઝળહળ થાય, 

મેં તો સ્નેહ સંબંધોનો દીવડો પ્રગટાવ્યો, કે સ્નેહ મારો ઝળહળ - ઝળહળ થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract