STORYMIRROR

Bindya Jani

Fantasy

4  

Bindya Jani

Fantasy

કોરા કાગળ પર

કોરા કાગળ પર

1 min
475

વિધિના લેખ લખાયા કોરા કાગળ પર,

જન્માક્ષર આલેખાયા કોરા કાગળ પર

.

જીવનની શરૂઆત થઈ નામ કરણથી,

ને એકડો ઘુંટ્યો કોરા કાગળ પર.


જીંદગીના દરેક પાઠ શીખ્યા અનુભવે ,

જીવનની પરીક્ષાઓ આપી કોરા કાગળ પર. 


જીવન પંથનુ પગલું ભર્યું ને તારા નામે, 

લગ્નની કંકોત્રી લખાઈ કોરા કાગળ પર.

 

સ્નેહના સરવાળા બાદબાકી બહુ થયાં,. 

ભક્તિ ભાવે ભજન આલેખાયા કોરા કાગળ પર. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy