વરસાદ છે નયનમાં
વરસાદ છે નયનમાં
તારા ગયા પછી તો વરસાદ છે નયનમાં,
આ લાગણી ય ખોટી વરસાદ છે પવનમાં.
જે શબ્દ ઉચ્ચર્યા'તા તારા વખાણ કરવા,
તે શબ્દનાં સુમનનાં વરસાદ છે ચમનમાં.
સાંજે નદીના પટમાં નાચે હજાર સપના,
સપના ય ભીંજવે તે વરસાદ છે ગગનમાં.
મારી આ ઝખનાઓ પારસમણિ સમી છે,
અડકો જરા ને ત્યાં તો વરસાદ છે જીવનમાં.
આ વૃક્ષનાં હ્રદયમાં મમતા ય પણ હશે કઈ,
શાતા ય છે ‘નજાકત’ વરસાદ છે જ વનમાં.