વરસાદને
વરસાદને
1 min
14.3K
તૂટવાની પળ ગમે વરસાદને,
ઝાંઝવાનું જળ ગમે વરસાદને.
આંખને ભીની કરીને પાંપણે,
જાંકવાનું તળ ગમે વરસાદને.
સામટા શબ્દો રહે છે જીભમાં,
માપવાનું છળ ગમે વરસાદને.
જિંદગી મોહતાજ છે શણગારની,
કોઈનાથી બળ – ગમે વરસાદને.
કેટલી મહેનત પછી નીકળે ગઝલ,
કાફિયાનું ફળ ગમે વરસાદને.
