વરસાદ ભીંજવે જો SSM
વરસાદ ભીંજવે જો SSM


આકળ વિકળ આંખ અને વરસાદ ભીંજવે જો,
ભીતરનો પમરાટ અને વરસાદ ભીંજવે જો.
મારા મનની વાત તને ઓઢાડું પડખું ફર્ય,
મનમાં જંજાવાત અને વરસાદ ભીંજવે જો.
હરશું – ફરશું ક્યાંક અને દરિયાનાં કાંઠે સાંજ,
સપનાનો તરખાટ અને વરસાદ ભીંજવે જો.
ગમતા સામે જાઉં અને ના ગમતા એનું શું?
મિત્રોની ચોપાટ અને વરસાદ ભીંજવે જો.
મારો હું કિરદાર અને મારામાં ઘૂમું હું,
અંતરનો રઘવાટ અને વરસાદ ભીંજવે જો.
આગળ–પાછળ રાખ ‘નજાકત’ ઈચ્છાઓ મોંફાટ,
ભ્રમણાનો ફફડાટ અને વરસાદ ભીંજવે જો.