વર્ષામાં
વર્ષામાં
1 min
27.8K
ચોમાસામાં કશેક ફરવા બ્હાર જાઉં જરા ત્યાં ,
આ વર્ષાની કથિત રાણી ભીંજવે ચ્હે જરા ત્યાં.
વૃક્ષો લીલાં, ડુંગર લીલાં, ઝંખના થાય લીલી,
મારા મનની વ્યથિત ભ્રમણા થાય ઘાંઘી જરા ત્યાં.
ખેડૂતો યે અંગ મરોડી પહોંચશે ખેતરેને,
ધરતીને પણ બીજ જમાડી પ્રેમ પાશે જરા ત્યાં.
પંખી માળો, ને મનુષ્ય આ આશરો શોધશે જ્યાં,
આખેઆખી અ-જળ સૃષ્ટિ થાય ભીની જરા ત્યાં.
બે પંખીઓ મિલન તરસે, આંખથી તેય વરસે,
વર્ષા ફોરાં વ્યથિત કરશે પ્રેમીઓ ને જરા ત્યાં.
