વરસાદ આવશે તો?
વરસાદ આવશે તો?
તું મને મળશે અને વરસાદ આવશે તો?
હું કદી તરસું અને વરસાદ આવશે તો?
કાલ ખેતરમાં તમારી યાદ વાવ્યા બાદ,
આંખથી વરસે ખરે વરસાદ આવશે તો?
રોજ બદલાતી તમારી લાગણીને લીધે,
ચાહ ઓસરશે મને - વરસાદ આવશે તો?
પ્રેમપત્રોમાં મને એવો ફસાવ્યો છે કે,
એમ થાતું કે બધે વરસાદ આવશે તો?
જોઈતું જે હોય તે મળતું નથી છતાં યે,
તું જ સપનામાં વદે વરસાદ આવશે તો?
શ્વાસ લેવાને ય હું કાબિલ નથીને તોય,
તું ‘નજાકત’ને કહે વરસાદ આવશે તો?
