મીરાં છું હું
મીરાં છું હું


મનમંદિરમાં વસતો મારો શ્યામ છે તું,
કલ્પનાઓમાં વિહરતો એ પ્યાર છે તું,
સરગમની સંગીતનો સુરીલો રાગ છે તું,
વસંતમાં ખીલતો ગુલમ્હોરી ફાગ છે તું,
શમણાના સાગરમાં ગુંજતું ગીત છે તું,
પ્રણય પંથે મૌન વાચાનો મીત છે તું,
લાગણીનાં સરોવરમાં ખીલતું ફૂલ છે તું,
કિનારે કોતરાયેલ પથ્થરમાં ગુલ છે તું,
તારા નામમાં શ્વસતી મારું જીવન તું,
માધવ પ્રેમમાં રંગાતી મીરાં છું હું !