STORYMIRROR

Dina Chhelavda

Romance Fantasy

4  

Dina Chhelavda

Romance Fantasy

એકલ પ્રવાસી

એકલ પ્રવાસી

1 min
292

જિંદગીના પ્રવાસે નીકળી એકલી ખોવાઈ છું મારી અંદર,

જન્મી છું ત્યારથી વહેતા મૂક્યા છે સૂરોના સાત સમંદર,


પંખીની પાંખ લઈ સરર કરતી હું મુક્ત ગગનમાં વિહરતી,

ટહુકાના કલશોરે ઊડતી ફરું પાર કરવાને આખો સમંદર,


રંગોની પીંછીથી રંગુ મનનું આકાશને સોનેરી કૈં પ્રભાત,

રંગો સુગંધોના વહેતા વાયરે ઉછળતા ઊર્મિના સમંદર,


ઝંખનાના ઘટાટોપ વાદળે દિવસ રાત ભીંજાતી રહેતી,

અંધારું ઊગતાં પાછી ફરું લઈ સંગીતના સૂરના સમંદર,


પર્વતને શિખરેથી ખળખળ ઝરણે કલકલ ધારે વહેતી,

અંતરનાદે ઘૂઘવતી એ સફરે મારી જિંદગી મોજે સમંદર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance