ઝાંઝર
ઝાંઝર


પ્રિતમ કેરો હાથમાં હોય જો હાથ,
વાસંતી વાયરો જો ચડ્યો હિલ્લોળે,
કેસરિયો ઘાઘરો ડંખ્યો મુંને ઉરે,
લહેરાતી ઓઢણી ‘ને ઝમકાળા ઝાંઝર,
જોબને ઉમંગે લહેરાતો જાતો,
હવે મારામાં તું અને તારામાં હું ભરી,
નિતરતી આ ચુંદડી,
રેલાતા રંગે, ઉડતા ગુલાલે,
હૈયાના સમણે, આંખોના નીરે,
વાલમ નીરખાય,
આવ તું, હાલ ને મારી સંગે.