કલમથી
કલમથી
અક્ષરોથી કંડારાય જો ભાવી,
જીવનની ઓળખ બને તો પ્રસ્તાવી,
ટપકયું ને ના ટપકી શકયું જે કલમથી,
વચ્ચે વીતી ગઇ વસંત ને પાનખર સઘળી,
ધારી પહેરવેશ અલગ અલગ,
મપાયો હું અલગ અલગ,
છે એ જ ગગન અને ધરા,
એજ ઋતુ ચક્ર,
સમયે સમયને આપી ઓળખ,
માનવ તું છો તારી ઓળખ.