ત્રણ ડાહ્યાં વાદરાં
ત્રણ ડાહ્યાં વાદરાં


આમ તો કહી ગયા બાપુ,
ત્રણ શીખ આ આપું,
બની રહેજો,
ત્રણ ડાહ્યાં વાદરાં મારાં,
શાન રાખજો આ ત્રિરંગાની,
સાચવીને રાખજો આ આઝાદી,
સાકાર કરજો મારાં ભારતનાં સપના,
સ્વદેશને માનજો પોતાનો,
સાદગીના પાઠને અપનાવજો
કોઇ'દિ
સાંભળ્યું ના હોય એવું
સાંભળતા નહી ભળતા નહી,
કોઈ'દિ ખબર ના હોય જોયું ના હોય,
તો ખરાબ બોલતા નહી,
કાળા ચશ્મા પહેરી
તેની પાછળ ખરાબ જોતા નહી,
યાદ રાખજો આ ત્રણ શીખ,
બનીને રહેજો દેશની શાન.