આભ અને ધરા
આભ અને ધરા


આભ અને ધરા તો ઉપર નીચે,
બંને કુદરતનો ખજાનો,
એના ઊપર છે માણસનો કબજો,
સૃષ્ટી વિખેરી સર્જી ખુદની દુનિયા,
જોખમમાં મૂકયું પહેલું બિયારણ
જેનાં થકી ઉગ્યુ ખોટુ ધાન,
હાથે કરી શરીરમાં ભર્યુ ઝેર,
આટલે સંતોષ નહી તો.....
હવામાં ભેળવ્યું ઝેર!
મોટા —મોટા બિલ્ડીંગ બનાવ્યાં
ધરતીને તો દબાવી દીધી
ટેકનોલોજી કહે હું કેમ બાકી?
મારાં જેવુ કોઈ નહીં,
નીત નવાં સાધનો લઇ આવ્યાં,
કેમિકલને સાથે સાથ લાવ્યાં,
ઝાડપાનની સાથે કરી તકરાર
ઝાડ કહે હું તારું ઓક્સિજન,
મને ના માર ધુમાડાની ટક્કર,
જિંદગી થઇ જશે ધુમાડો.
તારા બનાવેલો ધુમાડો,
તને કરશે મુંજારો.
ગગન ગુંગળાશે જો?
તને ગુંચવશે તો!
બંધ કર કેમિકલનાં ગોટા,
જિંદગીથી થઈ જશું ખોટા.