આજે માણસ
આજે માણસ

1 min

11.6K
આજે માણસ સસ્તો વસ્તુ મોંઘી,
જન્મકુંડળી બતાવે, છે સાચું ખોટું,
જાણે બધું તો પણ હરખાય,
ઇશ્વર કરતાં જયોતિષ મોટા,
ભાખે ભવિષ્ય
જિંદગીમાંથી સાદગી ગાયબ,
દેખાડાની લાગી રોનક
તું તું મે ની મહેફીલ સજી,
ચાડીના મસાલા ભરી
જિંદગીના સબંધ હોમ્યાં,
મારું તારું કરી
પોતાનાંને અળગા કર્યા,
પાપ કરી પુણ્ય બતાવે
રિશ્વત ઈશ્વરને આપે,
પહેલાં કોઇની જિંદગીમાં
લાલ પીળા વઘાર કરે,
પછી પોતે જ
રાય મીઠુંથી નજર ઉતારાવે,
તોય પાછે કહે
હે ઇશ્વર તું બચાવ!