ભાષા
ભાષા
ભાષા હોય મૌનની કે શબ્દની,
પછી એ હોય સ્પર્શની કે આંખોની.
એને ઉકેલવાનો સમય જ ક્યાં છે કોઈ પાસે,
તો નથી રહ્યો સમય એ મેહસૂસ કરવાનો પણ.
મરી પરવારી છે સર્વે લાગણીઓ અહીં,
બસ જીવી જાય છે સૌ યંત્ર માફક અહીં.
ભટકે છે પ્રેમની તલાશમાં સૌ અહીં તહીં,
મળે છે ફક્ત પ્રેમ નામે મૃગજળ અહીં તહીં,
નિર્લજ્જ થતો માનવી આજ ભૂલ્યો સઘળું ભાન છે,
પ્રેમ નામે છેતરપિંડી અને વિકૃતિમાં રાચે સભાન છે,
કોઈ તો ઉગારો આ નર્યા સ્વાર્થ સાગરમાંથી એને,
છોડે છળકપટને થોડું માનવ જ બની જીવે,
પણ એટલો સમય જ ક્યાં છે આજ,
બેફામ બની વર્તે છે લાગણીને વેચે છે,
અને જો કોઈ જતાવી જ દે ક્યાંક લાગણી,
તો અંદરનો અહમ્ માથું ઊંચકી ઉભો રહે છે,
શું સાવ મરી પરવારશે આ ભીતરની ઊર્મિઓ,
ચાલો એક નાની કોશિશ આપણે પણ કરીએ,
ભાવોને બચાવીએ ક્યાંક લાગણીઓને,
થોડા રૂમાની જ થઈ જઈએ,
ચાલ ને થોડો પ્રેમ જ વહેંચી લઈએ,
ચાલ ને થોડું જીવતા શીખી લઈએ,
ભલે ને લાગણીઓને ના હોય,
કોઈ જ સીધો સબંધ કોઈ ભાષા સાથે,
હોય ભલે ગમે તે પ્રકાર એ ભાષાના,
આપણે એ ભાષા જ શીખી લઈએ,
સમજવા થોડા જ સમયની જરૂર છે,
ચાલ ને થોડો સમય જ આપી દઈએ,
પણ ના અંતે તો જીત એની જ છે,
સમય નથીની દલીલબાજી એની જ છે,
જીત પણ એની અને દલીલબાજી પણ એની જ,
છોડી શાશ્વત પ્રેમને, અંતરે તો લગાવ અહમ્ એનો જ,
હશે જે મંજૂર આ માનવ ને,
મારું આ પૂર્ણવિરામ અહીં સમજાવટનું,
ને ફરી મુબારક એને યંત્રવત એ જ જીવન..
પછી ભાષા હોય મૌનની કે શબ્દની,
સ્પર્શની હોય કે આંખોની,
નથી સમય ઉકેલવાનો કોઈ પાસે
નથી સમય ઉકેલવાનો કોઈ પાસે !