STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Tragedy

3  

રોનક જોષી 'રાહગીર'

Tragedy

મોતને સાથે લઈ નીકળું છું

મોતને સાથે લઈ નીકળું છું

1 min
229

રોજ સવારે મોતને સાથે લઈ નીકળું છું,

જવાબદારી પૂરી કરવા ડરને દબાવી નીકળું છું.


ચારે બાજુ આજે ચિતાની લાઈનો લાગી છે,

પરિવાર ભૂખ્યો ના મરે મારો એ ચિંતા સાથે નીકળું છું.


ક્યારે હશે કયો દિવસ છેલ્લો ખબર નથી,

એટલે જ હસતા ચહેરા સાથે બધાને હસાવતો નીકળુંં છું.


મૃત્યુ તો એક દિવસ થવાનું છે કોઈપણ નિમિત્ત બનીને,

આ વાતને સ્વીકારી રોજ નવું જીવન જીવવા નીકળુંં છું.


જીવન કેરા પથમાં રોજ મુસીબતો અને એક દિવસ મોત તો આવવાનું જ છે,

મુસીબતો સામે રોજ જીતવા અને મોત સાથે હારીને પણ જીતવા રોજ નીકળુંં છું.


કોઈ નથી જાણી શક્યું કે ક્યારે મોત આવશે એ,

પણ રોજ મીઠી યાદોનો ખજાનો મૂકવાં નીકળુંં છું.


રોજ સવારે મોતને સાથે લઈ નીકળું છું,

જવાબદારી પૂરી કરવા ડરને દબાવી નીકળું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy