જાગી જાજો
જાગી જાજો
કોર્સમાં હોવી જોઈએ એ કોર્ટમાં છે,
હાથમાં હોવી જોઈએ એ ફોર્ટમાં છે,
સમાજને ક્યાં સુધી જગાડ જગાડ કરવાનો,
સંસ્કાર, સભ્યતા તો વેચાઈ નોટમાં છે,
મીણબત્તી સળગાવી બે દિવસ વિરોધ કર્યો,
માણસમાં વિકૃતિ તો ભરી પડી લૉટમાં છે,
હજુ સમય છે વહેલા જાગી જાજો,
નહીં તો જિંદગી અહીં ખોટમાં છે,
આશા, ઈશ્વર અને ધીરજ રાખજો,
પછી જો જિંદગી ડંકાની ચોટમાં છે.
