યાદ તું
યાદ તું
પ્યાર તું, યાર તું જીવનના દરેક ક્ષણની યાદ તું,
જીત તું, હાર તું જીવનના દરેક પળની યાદ તું.
મળીશ હું દરેક મુકામ ઉપર, રાહગીર છું હું,
કોઈ માને કે ના માને જીવનની છેલ્લી યાદ તું.
હાથ છૂટી જાય, સાથ છૂટી જાય તોય ધબકાર તું,
રીસામણા મનામણાંની એક ખાટી-મીઠી યાદ તું.
મેઘધનુષના સપ્તરંગી ઉજાસ સમાન તું,
ચાંદ-ચકોરના પ્રેમ સંભારણા સમાન યાદ તું.
એકલવાયા જીવનમાં પણ યાદ તણો સહારો તું,
વાત હોય કે વિવાદ હોય સમાધાનરૂપી યાદ તું.

