'આયખું'
'આયખું'
એક ડગલું તે ભર્યું તો એક ડગલું મેં ભર્યું
ને પછી ડગલે ને પગલે નવજીવનમાં એ સર્યું
સાંકડી શેરી હતી ને તોયે પગલાં રોજ ભરતી
જોજનો કાપીને અંતર આ જીવન બેઠું કર્યું
તે દીધેલા એક બોલે દોડતી આવી અને
વ્હાલમાં ને વ્હાલમાં એ પાંદડું હળવે ખર્યું
દઈ દીધું છે જેટલું તેં એટલું મેં પી લીધું
એક ચપટી ધૂળમાં બસ આ જીવન જો તરવર્યું
તું જો પકડે હાથ મારો દોડતી દશ - દશ દિશા
લે હરિવર ! આયખામાં તે દીધું તે મેં ભર્યું .