STORYMIRROR

vswana mira1

Romance

4  

vswana mira1

Romance

ઉપસ્થિતિ આપની

ઉપસ્થિતિ આપની

1 min
27.9K


પ્રિયતમના શમણાં પ્રતિક્ષા નયનોમાં

હૃદયે રમે છે પ્રીત ના શબ્દો એમના

તીર માર્યા છે નજરોથી સ્પર્શયા છે એ મૌનથી,

વર્તી બતાવ્યું સંભાળથી.

ના મેં કહ્યું તોય,પ્રેમનું રૂપ નિરખાવ્યું સ્મિતથી

એકલી એકલી હું ઉભી હતી, ઉપસ્થિતિ એમની આપી

અદ્રશ્ય કરી દુનિયાથી.

મૌનની વાચા રાખી, અશ્રુઓ મારા વહ્યાં રહ્યા

એ અશ્રુઓને પ્રિયતમે મારા, મીઠાં પ્રેમના ઝરણાં કર્યા

ડરતી, ગભરાતી હું કોઈ જ્ઞાત અજ્ઞાત વાતથી.

સૌથી મને બચાવી, પ્રિયે તમે તુજમાં મુનેલીન કરી.

પ્રેમની દ્રષ્ટિ પાઇ, વિશ્વાસથી તૃપ્ત કરી.

રક્ષણ આપી મને એ સૌથી, પ્રીતની પૂર્તિ કરી.

લાલ આંખો જ્યારે તમે એ દુષ્ટ વિચારો ને કરી.

મારા અસ્તિત્વની મુજ ને ભેટ ધરી.

નિર્ધન હું, મને આપ હૃદયે ધરી મુજને ધનવાન કરી.

પ્રિયે,મારાથી છીનવી તમે મુજને તમારી કરી

સોનાની આ સૃષ્ટિ મારી આપે મધુર કરી

દ્રષ્ટિથી સ્પર્શી મને લજવંતી નાર કરી

શબ્દો નથી વર્ણવી શકતાં સ્પંદનો મારા

સર્વસ્વ અર્પણ આપને, આપે મુજને આપની કરી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance