STORYMIRROR

Vimal Agravat

Romance Others

4.8  

Vimal Agravat

Romance Others

ધોધમાર વરસાદ પડે છે.

ધોધમાર વરસાદ પડે છે.

1 min
26.3K


તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે

સાજણ ધોધમાર વરસાદ પડે છે.

ઢાલ ફગાવી,બખ્તર તોડી,લોક વીંધાવા જાય રે

સાજણ ધોધમાર વરસાદ પડે છે.

 

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહેરાય રે

સાજણ ધોધમાર વરસાદ પડે છે.

ઝરણાં હફડક નદી બનીને દરિયામાં ડોકાય રે

સાજણ ધોધમાર વરસાદ પડે છે.

 

તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે

સાજણ ધોધમાર વરસાદ પડે છે.

ઘેઘેતીટ તાગીતીટ તકતીર કીટ્તક પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

 

જળનાં ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રુંધાય રે

સાજણ ધોધમાર વરસાદ પડે છે.

સેંથો,ચુંદડી,કંગન,કાજળ,લથબથ પલળી જાય રે

સાજણ ધોધમાર વરસાદ પડે છે.

 

હું દરિયે દરિયાં ઝંખું ને તું ટીંપે ટીંપે ન્હાય રે

સાજણ ધોધમાર વરસાદ પડે છે.

હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય,

અરે ભરચક ચોમાચા જાય ને મારું અંગ સકળ-

અકળાય રે નફ્ફટ! ધોધમાર વરસાદ પડે છે.  


Rate this content
Log in

Similar gujarati poem from Romance