Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vimal Agravat

Others

3  

Vimal Agravat

Others

હરિ !

હરિ !

1 min
13.4K


તમને તો કૈં ઘણા ઘણાએ ઘણું લખ્યું છે હરિ !

હુંય લખું બસ જરી?


લખવાવાળા લખે,શબદની કૈંક કરામત લાવે,

હરિ ! મને તો વધી વધીને કક્કો લખવો ફાવે,

જરૂર પડે તો કાનોમાતર તમે જ લેજો કરી.

તમને તો કૈં ઘણા ઘણાએ ઘણું લખ્યું છે હરિ !

 

શબદ સરકણાં ફોગટ સઘળાં, કાગળ મારો સાચો,

અક્ષરમાં અંધારું કેવળ, અંતર મારું વાંચો,

પરબિડિયું પડતું મેલી મેં મને રવાના કરી.

તમને તો કૈં ઘણા ઘણાએ ઘણું લખ્યું છે હરિ !


Rate this content
Log in