Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vimal Agravat

Others

2.5  

Vimal Agravat

Others

દરિયો

દરિયો

1 min
12.8K


તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?

દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું !

એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું !

કદી નજરુંથી દરિયો વલોવ્યો ? તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો ?


મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો !

આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો,’દરિયો શેં ખારો?’

કદી શ્વાસોમાં દરિયો પરોવ્યો ? તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો ?                 


Rate this content
Log in