ઘરવાળી છે
ઘરવાળી છે
વાતેવાતે કરે કલહ ઘરવાળી છે
સુખદુ:ખમાં જે ખડી રહે ઘરવાળી છે.
મોહક દીસે ભલે અધિક એ પરનારી
સીધીસાદી સમી ભલે ઘરવાળી છે
ટાઢુંઊનું જમાડતી ઘરવાળી છે
રીઝેરીસે છતાંય એ ઘરવાળી છે
મન વાણી શીલ નિત નવા સુથરાં રાખો
તારે મનખો અને તરે ઘરવાળી છે.
દુનિયાદારી મધુર છતાં પેચીદી છે
ટેકો આપે વિપદ પડે ઘરવાળી છે
ધીરા ચાલો કદમ કદમ પર જોખમ છે
ખંધો મજબૂત જે ધરે ઘરવાળી છે
તપભંગને કાજ મેનકાઓ આતુર છે
પુરુષનું ઢાંકણ વ મિત ખરે ઘરવાળી છે
અન્યોને શીખ દે ‘વલી’ પણ સમજી લે
ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે