લાગણી...
લાગણી...
લાગણી એટલે...
મગલાચરણમાં બસ..
શ્વાસોને તારા નામ કરવા..
સપ્તપદીના દરેક ફેરામાં
તારી ઉદાસીનું પાનેતર ઓઢી,
પીડા મારા નામ પર કરવી...
આશ્લેષમાં તારી ખુશીને બાંધવી..
સૃષ્ટિના કણ કણમાં તને મહેસુસ કરવો..
રક્તની નસેનસમાં તારું ધબકવું....
લાગણી એટલે..
ઝાકળ પર પણ..
તારા ટેરવાનો સ્પર્શ થવો..
વગર કહે તારી આંખોની
ભાષા સમજી જવી..
સ્વયં ઈચ્છાઓને દાબીને
વહેતા સમયને પકડી..
તને સમર્પિત થવું...
એટલે લાગણી જ ને...?