STORYMIRROR

Rupali Shah

Romance Others

3  

Rupali Shah

Romance Others

સ્મરણોનો અભિષેક

સ્મરણોનો અભિષેક

1 min
13.2K


હું તો અભિષેક કરું છું

રોજ તારી યાદોનો

પાયલના રણકાર સાથે

રોજ નવા રૂપ રંગ લઈ નૃત્ય કરે છે.

કેટલીય અગણિત રાતો કાઢી

દુલ્હન બની રોજ તેનો શણગાર કરું છું

હું તો રોજ સજી ધજીને આવ છું

તારા હદયના બારણે રોજ ટકોરા મારુ છું

તું નથી ક્યાંય દ્રાર પર પણ

વિશ્વાસ અકબંધ છે

ક્યાંક તું મને મહેસુસ કરતો જ હશે

દરિયો રોજ ઉલેચું છું

મારી ઈચ્છાઓને હલેસાં મારુ છું

સપ્તપદીના સાત ફેરા લગ્ન ના જ નથી હોતા

 મહામૂલી ક્ષણોના પણ હોય છે

ને બધું લૂંટાઇ જશે કદાચ

પણ મરતી વખતે

ક્ષણોનો શીલા સ્તભં મારી સાથે હશે

બસ તે જ મારા ને મારા

આત્માનો અનેરો ઉત્સવ હશે


Rate this content
Log in

Similar gujarati poem from Romance