STORYMIRROR

Rupali Shah

Romance Others

3  

Rupali Shah

Romance Others

પ્રણયના કોરા કાગળ

પ્રણયના કોરા કાગળ

1 min
27.6K


પ્રણયના કોરા કાગળ છે જે દેખાઈ નથી શકતા,

શું આસુંમાં તો ઝાકળ છે, જે દેખાઈ નથી શકતા.

પ્રથા સારી નથી તારી ફુલોને પજવવાની તો,

જો ધ્રુસકે ચડ્યા કાજળ છે જે દેખાઈ નથી શકતા.

કશે પણ અવતરે મ્હોંરી હું તારામાં જ જાવ છું,

છું તો શુભ લાભ શ્રીફળ છે જે દેખાઈ નથી શકતા.

હું કચરો મોહનો ભેગો કરું ભીતરમાં ક્યાં સમજાય,

તે મનગમતું ય મૃગજળ છે જે દેખાઈ નથી શકતા.

સુરાલયમાં મજા સાકી હવે ક્યાં જામ પીવાની,

નયન બન્યા જો વિહ્વળ છે જે દેખાઈ નથી શકતા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance