Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pushpa Maheta

Romance

4  

Pushpa Maheta

Romance

રહે કેમ છાના

રહે કેમ છાના

1 min
12.9K


સબંધો ફળ્યા એ રહે કેમ છાના ?

જિગર બે મળ્યા, એ રહે કેમ છાના?

 

અધર બે હસ્યાં ને અધર બે બિડાયા,

થયા મન ગળ્યા, એ રહે કેમ છાના ?

 

મહેંકથી બગીચા છલોછલ થયા પણ,

ફૂલો ના છળ્યા, એ રહે કેમ છાના ?

 

અમે પુષ્પ જેવા સુકોમળ સુગંધી,

ભ્રમર મન ચળ્યા, એ રહે કેમ છાના ?

 

પ્રણયનો અમલ પી જનારા દિવાના,

પ્રણયમાં ઢળ્યા, એ રહે કેમ છાના ?

 

શમાને ખબર ક્યાં પતંગા ની હાલત ?

લગોલગ બળ્યા, એ રહે કેમ છાના ?



Rate this content
Log in