મોર ગહેંકે
મોર ગહેંકે
1 min
7.2K
મોર ગહેંકે કાળજાની કોરમાં,
નમ્રતામાં શું મજા જે તોરમાં!
જિંદગીના બે જ છેડા હોય છે,
એક કષ્ટોમાં ને બીજો શોરમાં.
ઊંચ નીચના ભેદ કેવળ માનવીમાં,
પુષ્પ તો ગૂંથાય છે એક દોરમાં.
વૃક્ષ જેવા અલ્પ ગુણ અપનાવીએ,
તો વહેશે જિંદગી કલશોરમાં.
એટલે જાગી જવાતું હોય છે,
જો કિરણ મારે ટકોરા ભોરમાં.
હસ્તરેખા પણ બતાવું ક્યાં જઈ,
હાથ તો છે પણ હથેળી થોરમાં.