પુરાન્તમાં
પુરાન્તમાં
1 min
13.2K
રાત કઈ એવી ભલે છે ભ્રાન્તમાં,
ફૂલને ફોરમ મળે એકાંતમાં.
ઉમટ્યું છે સામટું તારું સ્મરણ,
કોઈ પૂછે શું કહું વૃતાન્તમાં?
પ્રીત કરતા કોઈને નાં આવડ્યું,
સૌ ફસાયા ખ્યાલમાં, સિધ્ધાન્તમાં.
એક ચહેરો ભીંજવે આઠે પ્રહર,
તોયે જોને જીવવું કલ્પાંતમાં.
વિસ્તર્યું દિન રાત એવું ગામ કે,
થઇ ગયું મશહૂર આખા પ્રાન્તમાં.
પૂછ ના સંબંધની મૂડી વિશે,
છે જનસ એ સ્મૃતિની પુરાન્તમાં.