ક્યારે આવીશ ?
ક્યારે આવીશ ?
થઈ આંખોની કાળાશ હવે ભીની,
પાંપણે ત્યજયો છે પલકારો,
નજરો ચોટી છે દરવાજે,
સૂના નયને પૂછ્યું રસ્તાને ક્યારે આવીશ ?
આજ છે ઇંતઝાર રાહોને,
કોઈ સથવારે તો કોઈ સંગાથે,
હું ફરું યાદોના સંગાથે,
સૂના નયને પૂછ્યું તને ક્યારે આવીશ ?
હળવેથી તું આવજે હૈયામાં,
કરજે મીઠો આલાપ કાનમાં,
રોમ-રોમ ખીલી ઊઠે મારૂ ભાનમાં,
આંખોના ખારા પાણીએ પૂછ્યું ક્યારે આવીશ ?
ચિઠ્ઠીના શબ્દોમાં છે તું,
મુજ કલમની અણીમાં છે તું,
શબ્દોની તરલતમાં છે તું,
મુજ સંદેશા એ પૂછ્યું તને ક્યારે આવીશ ?

