STORYMIRROR

Madhavi Ashra

Classics

4  

Madhavi Ashra

Classics

વાસલડીના સૂરે નાચે

વાસલડીના સૂરે નાચે

1 min
28.4K


વાસલડીના સૂરે નાચે,

રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી.

તબલાના તાલે નાચે,

રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી.

જમુનાને કાંઠે થયો મહારાસ,

શ્યામ બને છે રાધા, તો રાધા બની શ્યામ,

યુગલ સ્વરૂપે જામ્યો છે મહારાસ,

ઝાંઝરના ઝમકારે નાચે, 

રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી.

પૂર્ણ ચંદ્ર એ પાથરયો પ્રકાશ,

ચૌતરફ ઘુમે ગોપી, ઘુમે છે શ્યામ,

પ્રીત કરી મોહન સંગાથે અપ્રીતમ,

ચૂડીના ચમકારે નાચે,

રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી. 

આજ છોડી સર્વ મોહ-માયા, 

મન મળ્યું રસિક પ્રીતમ મોહનમાં, 

નાચવાને થનગનવા લાગ્યું દલડું મારૂ,

વાસલડીના સૂરે નાચે,

રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics